Thursday, April 5, 2018

પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી દ્વારા ઊનાળુ વેકેશન ની તારીખ માં ફેરફાર અંગે નો પરિપત્ર કરવામાં આવ્યો


ભૂતપૂર્વ શિક્ષણ નિયામકશ્રીની કચેરીના વિભાજનને પરિણામે તા. ૯-૧૦-૭૬થી શિક્ષણ નિયામકશ્રી (પ્રાથમિક અને પ્રૌઢ)ની કચેરી અસ્તિત્વમાં આવી છે અને ત્યારબાદ તા. ૧-૧૨-૮૬થી પ્રાથમિક અને પ્રૌઢ શિક્ષણ નિયામકશ્રીની કચેરીનું વિભાજન થતાં પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી અસ્તિત્વમાં આવી છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી નીચેના કાર્યક્રમો સાથે સંકળાયેલ છે.
.પ્રાથમિક શિક્ષણ
.શિક્ષણ - પ્રશિક્ષણ (PTC)
.નિર્દેશન અને વહીવટ
૧. પ્રાથમિક શિક્ષણ :
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત, સાર્વત્રિક અને ફરજીયાત બનાવાયું છે. શહેર વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ તથા ખાનગી સંસ્થાઓ દ્વારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિઓ તેમજ ખાનગી સંસ્થાઓ દ્વારા ચલાવતી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
૨. શિક્ષણ - પ્રશિક્ષણ (PTC) :
A.PTC (D.EI.Ed) : પ્રાથમિક શાળાઓ માટે તાલીમી શિક્ષકો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટે રાજ્યના કુલ ૧૨૮ અધ્યાપન મંદિરોમાં ૪૩૩૨ તાલીમાર્થીઓ બીજા વર્ષની પૂર્વ સેવા તાલીમ લઈ રહ્યાં છે.
B.Pre PTC (D.E.C.Ed) ::પૂર્વ પ્રાથમિક શાળાઓ માટે તાલીમ શિક્ષકો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજયમાં ૦૮ ગ્રાંટ-ઇન-એઇડ અને ૦૩ સ્વ-નિર્ભર પૂર્વ પ્રાથમિક અધ્યાપન મંદિરો કાર્યરત છે. વર્ષ ૨૦૧૭-૧૮ થી પ્રિ.પી.ટી.સી કોલેજો માટેના આ અભ્યાસક્રમને બે વર્ષને કરવામાં આવેલ છે. ઉપરાંત પ્રવેશ લાયકાત ધોરણ -૧૨ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૫૪ તાલીમાર્થીઓ આ તાલીમ મળેવી રહ્યા છે.
૩. નિર્દેશન અને વહીવટ :
રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને લગતી જે નીતિ નક્કી કરવામાં આવે તેનો અસરકારક અમલ કરવા માટે રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ સુધારણાના વિવિધ કાર્યક્રમો શિક્ષણ ક્ષેત્રે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ મારફતે અમલ કરાવે છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના વહીવટી તંત્રના ખ્યાલ આપતું પત્રક નીચે મુજબ છે

No comments:

Post a Comment

Botad Jillfer Techers ni Siniyority Yadi List

Click here