Monday, March 10, 2014

PA/SA POST BHARTI FROUD ????

પોસ્ટલ આસીસ્ટન્ટ / શોર્ટીંગ આસીસ્ટન્ટ ભરતી – ફરી એકવાર છેતરપીંડી ???

ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સ્તરે વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાતો વિવિધ વેબસાઇટો, ન્યૂઝપેપર્સ, રોજગાર સમાચાર વગેરે જગ્યાઓએ પ્રસિદ્ધ થતા હોય છે. ઘણીવાર અમુક બ્લોગ્સ, વેબસાઇટ, ફેસબુક ગ્રુપ પર અમુક લોકો દ્વારા શિક્ષકોની ભરતી તેમજ અન્ય જગ્યાઓની ભરતી માટે ‘અફવાઓ’ ફેલાવવામાં આવતી હોય છે. 


જ્યાં સુધી અફવા હોય ત્યા સુધી વાત ઠીક છે પણ અમુક ‘હિમ્મત વાળા (!)’ લોકો વાસ્તવિક રીતે ભરતી કરવા સુધીની છેતરપીંડી પણ કરતા હોય છે. થોડા મહીનાઓ પહેલા જ ગાંધીનગરથી શિક્ષકોની હજારો સંખ્યાની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરી વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઇન ફોર્મ ભરાવવામાં આવ્યા, ફી લેવામા આવી અને પરીક્ષા પણ લેવામાં આવી! આખરે બહાર આવ્યું કે આ એક છેતરપીંડી હતી. :( 
હાલમાં પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ આસીસ્ટન્ટ અને શોર્ટીંગ આસીસ્ટન્ટની લગભગ 8000 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જો કે આ ભરતી પોસ્ટ વિભાગની ઓફિશીયલ સાઇટ પર જ છે પરંતુ આજે જ એક રાષ્ટ્રીય સમાચાર પત્રમાં એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે આ ભરતી વિશે પોસ્ટના કોઇ જ અધિકારીઓ પાસે કોઇ વિગત નથી અને ઉપર સુધી કોઇને આ બાબતે કંઇ જ ખબર નથી!!! તો પછી ભરતી કોણે બહાર પાડી? ન્યૂઝપેપરના લખાણ મુજબ જ જોવા જઇએ તો પોસ્ટ વિભાગની સાઇટ પરથી એક અન્ય વેબસાઇટની લિંક આપવામાં આવી છે જેનું ડોમેઇન એક્સ્ટેન્શન .in છે એટલે કે આ ડોમેઇન સરકારી નથી, પ્રાઇવેટ છે. ભરતી પ્રક્રિયા માટે જે કોઇ ઇમેઇલ એડ્રેસનો ઉલ્લેખ છે તે પણ પ્રાઇવેટ છે. એક પ્રશ્ન એ પણ છે કે દરેક સરકારી ભરતીની ફી પોસ્ટ વિભાગમાં જમા કરવામાં આવે છે તો પોસ્ટ વિભાગ પોતાના વિભાગની ભરતી ફી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કેમ જમા કરાવે છે? ન્યૂઝપેપરના રીપોર્ટ મુજબ પોસ્ટ ડિપાર્ટમેન્ટે આ બાબતની તપાસ અમુક આઇ.ટી.ના તજજ્ઞોને સોંપી દીધી છે અને ટૂંક સમયમાં હકીકત બહાર આવી જશે... બસ ? વાત પુરી ??? જો અહીથી વાત પુરી થતી હોય તો લાખો બેરોજગાર ઉમેદવારોનું શું? તેઓએ બેન્કમાં જે રૂ.100 ફી ભરી તેનું શું ??? 
જ્યાં સુધી તંત્ર ન્યૂઝપેપરના આ સમાચાર બાબતે કોઇ ખુલ્લાસો ન કરે ત્યા સુધી આ બાબત પર કોઇ જ ટીપ્પણી કરી શકાય નહી કારણ કે તે ભરતીની જાહેરાત સરકારી વેબસાઇટ પર છે. જે હોય તે પણ સરવાળે આ પ્રકારના કિસ્સા શિક્ષિત બેરોજગારો સાથે મજાક જ છે અને તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી જ. 
આપના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ...

No comments:

Post a Comment

Botad Jillfer Techers ni Siniyority Yadi List

Click here